Tuesday 10 July 2012

About spain . . . about us.......

હમણાં સ્પેન યુરો કપ જીતી ગયું. વિશ્વ ની બાર મી સૌથી મોટી ઇકોનોમી અને યુરોપ ની બ્રિટન પછી ની મોટી ઈકોનોમી ધરાવતો દેશ સ્પેન છે. આ દેશ ના લોકો નો જુસ્સા ની વાત કરવી છે. માત્ર 4 કરોડ એકોતેર લાખ લોકો નો દેશ છે સ્પેન. ગુજરાત રાજ્ય કરતા પણ નાનો દેશ વસ્તી ની દ્રષ્ટિ એ કહી શકાય.

ફૂટબોલ માટે આ દેશ ના લોકો પાગલતા ની તમામ હદ વટાવી શકે છે. એક જોશીલી રમત ના કાયલ છે સ્પેનવાસીઓ. આ દેશ ની ફૂટબોલ ની ટીમે હમણાં જે કરતબ કર્યા તે વિશ્વનો કોઈ દેશ કરી શક્યો નથી. એક સાથે સતત ત્રણ અંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સ્પેને જીતી. 2008 માં યુરો કપ, 2010 માં વિશ્વ કપ અને ફરી 2012 માં યુરો કપ. ટીકી-ટાકા નામની યુનિક સ્ટાઈલ આ દેશ ની ફૂટબોલ ટીમે વિકસાવી છે. બોલ પર સંપુર્ણ નિયંત્રણ. ભલભલા દેશો ને આ ટીમ ના ખેલાડી અત્યારે ફૂટબોલ માં ભૂ પીવડાવી રહ્યા છે. અને ફૂટબોલ ની રમત ના સ્ટાર્સ ને જોવા હોય, તેમની રમત ને જોવી હોય તો માત્ર ફૂટબોલ વિશ્વકપ 2010ની નેધરલેંડ સામે રમાયેલી ફાયનલ અને હમણાં જ યુરો કપ ની રમાયેલી ઇટલી સાથે ની ફાયનલ ને જોવી જોઈએ. સામે ની ટીમ નો વારો જ ના આવે. બોલ સામેની ટીમ ખેલાડી ઓ પાસે જાય તો ગોલ ની વાત આવે ને?

આ લોકો ને રમતા જોઈ ને વિચાર આવે છે કે માત્ર 15 જેટલા શહેરો ધરાવતા દેશ માં આ રમત માટે કેવો માહોલ બન્યો હશે. માત્ર ફૂટબોલ જ કેમ? અત્યારે ટેનીસ માં નંબર 2 નું સ્થાન ધરાવતો રફયેલ નાદાલ પણ સ્પેન નો જ નરબંકો છે. વિશ્વમાં કરોડો લોકો ને થીરકાવતી શકીરા પણ સ્પેન થી બીલોંગ કરે છે.

સ્પેન ના સંદર્ભ માં લખવાની ઈચ્છા એટલે  થયી કારણ કે ભારત માં પણ હવે ફૂટબોલ માટે નવો ચાહક વર્ગ ઉભો થઇ રહ્યો છે. કઇક નવા જોશ નો સંચાર થઇ રહ્યો છે. એક રમત યુરોપ માંથી ભ્રમણ કરી ને ભારત માં લોકપ્રિય થઇ રહી છે. દેશ ના પૂર્વ ભાગ માં રમાતી આ રમત હવે પશ્ચિમ માં પણ નવો ચાહક વર્ગ ઉભો કરી રહી છે. અત્યારે સ્થિતિ માત્ર ટીવી પર જોઇને આનંદ લેવાની  છે.

આપને ત્યાં રમત માટે માહોલ બનતા પેહલા સુવિધા ની વાત કરી લેવી જોઈએ. 1999 માં જયારે હું અમદાવાદ માં આવ્યો ત્યારે પણ ફૂટબોલ ના 2 મેદાન અનોફિસિઅલ હતા. એક ગુજરાત કોલેજ નું મેદાન અને બીજું રેલ્વે કોલોની નું. ગુજરાત કોલેજ ના મેદાન માં હવે ફૂટબોલ રમવું શક્ય નથી, કારણ કે જે રીતે મેદાન સચવાવવું જોયીએ તેવું થયું નથી. રેલ્વે કોલોની નું મેદાન પણ ચાલી જાય તેવું છે. તેના સિવાય ફૂટબોલ માટે ગુજરાત માં જગ્યા નથી. વડોદરા નો બહુ ખ્યાલ નથી પણ સ્થિતિ કઈક આવી છે. આજે પણ નવું કશું જ થઇ શક્યું નથી.

સ્પેન ને એટલે સલામ કરવી પડે કારણ કે ત્યાં ની પ્રજા ચોક્કસ દિશામાં વિચાર કરનારી છે. આવા લોકો ને જશ હોય જ. આપને ત્યાં જે નાગરિકો ને બાળકો હોય તેમને તો રાજકીય પક્ષો ને દમ મારી ને કેહવું જોયીયે કે  મોંઘવારી ઘટાડવા કે ગરીબી ઘટાડવા માટે આઝાદી પછી તમે જે પ્રયાસો કાર્ય છે તે પૂરતા છે. હવે રમત આ મુદ્દે પૂરી થયી. હવે ખરી રમત માં કઈક કરવા માંગતા હોવ તો જ મત માગજો. સ્પેન માં આ ચળવળ એક સદી પેહલા શરુ થઈ હશે. . . .